Interesting News of Vadodara : મોટી દીકરી ભાગી ગઈ, લાજ જાય એ પહેલા નાની દીકરી એ કર્યું એવું કામ કે પરીવાર ની લાજ જતા બચી ગઈ.

Daily Update : Interesting News of Vadodara


                પહેલાના જમાના માં દીકરીને સાપનો ભારો કહેવામાં આવતો. પરંતુ સમય જતા અભ્યાસ અને સમજણ વધવાના કારણે દીકરી સાપનો ભારો નહીં પરંતુ તુલસીનો ક્યારો કહેવાવા લાગી. 


               આજે હું આપ સૌને એક એવી જ ઘટના સાથે માહિતગાર કરાવવાની છું જેણે એ સાબિત કરી બતાવ્યું છે કે એક જ મા ના પેટે જન્મ લીધેલા બે બાળકો કેટલી હદે અલગ હોય શકે. 


               Vadodara : આ ઘટના વડોદરા પાસે આવેલા ડેસર તાલુકાની છે. જ્યાં એક વિચિત્ર કીસ્સો સામે આવ્યો છે. બે સગી બહેનો એ કર્યા એવા કામ.. મોટીએ પરિવારની આબરૂ ઉછાળી જ્યારે નાનીએ પરિવારની લાજ રાખવા લીધો કઠોર નિર્ણય. નાની દીકરીની વાહવાહી ચારે કોર વ્યાપી ગઈ હતી. 


               આવો જાણીએ સમગ્ર ઘટના વિસ્તારથી..


               બન્યું એમ હતું કે ડેસર તાલુકાના એક પરિવારમાં ૨૩ તારીખે DJ ના તાલે વાજતેગાજતે જાન આવી હતી. પરિવારની મોટી દીકરીના લગ્ન લેવાયા હતા. જાન દરવાજે આવી ચૂકી હતી. જાનમાં હરકોઈ ખુશ હતા નાચતા ગાતા જાન જ્યારે દરવાજે પહોંચી ત્યારે એક દુઃખદ સમાચાર આવ્યા હતા.


               સમાચાર એ હતા કે જેના લગ્ન હતા એ મોટી દીકરી લગ્નની આગલી રાતે જ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. News સાંભળતા જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જાનમાં આવેલ સૌ પણ આ દુઃખદ પરિસ્થિતિમાંથી કેવી રીતે નીકળવું એની ચિંતામાં હતા. 


                બન્ને પરિવારના અગ્રણીઓએ સમજદારી પૂર્વક આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. બન્ને પરિવારના અગ્રણીઓએ તાત્કાલિક બેઠક યોજી હતી અને નક્કી કર્યું હતું કે આ પરિવારની નાની દીકરી જો લગ્ન માટે રાજી થાય તો બન્ને પરિવારની ઈજ્જત જતા બચી જાય. અને જાનને ખાલી હાથ પાછા ના ફરવું પડે.


               પરિવારના લોકોએ નાની દીકરી સાથે વાત કરી અને પરિવારની લાજ રાખવા માટે નાની દીકરી લગ્ન માટે રાજી થઈ ગઈ. ખુશી ખુશી બેન્ડ વાજા સાથે ફેરા ફરાયા. પરંતુ દીકરીની ઉંમર નાની હોવાથી વિદાઈ બાકી રખાઈ હતી. પરંતુ નાની દીકરીની સમજદારીના લીધે બન્ને પરિવારની લાજ બચી ગઈ હતી. 


               આ Interesting News બાબતે તમારું શુ કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી કહેજો.  તમારા મિત્રો સાથે શેર કરીને આ કિસ્સા બાબતે એમને પણ માહિતગાર કરજો.. 

Post a Comment

0 Comments